લાલબહાદુર શાસ્ત્રી બોયઝ હાઇસ્કુલ ખાતે કારકિર્દી માર્ગદર્શક સેમિનાર યોજાયો

​​​​​​​ગુજરાત સરકાર દ્વારા ગુણવત્તાયુક્ત શિક્ષણની દિશામાં અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. જે અન્વયે રાજકોટ શહેરમાં લાલ બહાદુર શાસ્ત્રી બોયઝ હાઇસ્કુલ ખાતે પ્રાદેશિક માહિતી કચેરી, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને રોજગાર વિનિમય કચેરીના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ રાજ્ય સરકારના સહયોગથી શાળાકીય ભણતરની સાથેસાથે કારકિર્દી ઘડતર તરફ આગેકદમ કરે તેવા ઉમદા આશયથી કારકિર્દી માર્ગદર્શક સેમિનાર યોજાયો હતો.ઉપરાંત આ તકે શાળા સલાહકાર ભાવનાબહેન ભોજાણીએ વક્તવ્યમાં વિદ્યાર્થીઓને વિવિધ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરનારાઓ મહાનુભાવોની જીવનકથની વર્ણવીને તેમને આગળ વધવાની પ્રેરણા આપી હતી. તેમજ રોજગાર વિનિમય કચેરીના રાજેશ ચૌહાણે રોજગાર કચેરીની કામગીરી અને યોજનાઓ તથા એમ્પ્લોયમેન્ટ કાર્ડ કાઢવાની પ્રક્રિયા વિષયક વિસ્તૃત સમજ પૂરી પાડી હતી. નોંધનીય છે કે શાળાની લાઇબ્રેરીને સમૃદ્ધ બનાવવા ગુજરાત પાક્ષિક, રોજગાર સમાચાર, લોકમેળા, આદિવાસી સંસ્કૃતિ સહિતના વિવિધ પ્રકાશનો શાળાને ભેટ આપવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓને તેનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *