7 માસના બાળકનું આંચકી ઉપડ્યા બાદ મોત નીપજ્યું, પરિવારમાં શોકનો માહોલ છવાયો

સુરતના સિમાણી ગામે કુબેરનગર સોસાયટીમાં રહેતી વૈભવીબેન વિનોદભાઈ વોરા નામની પરિણીતા પોતાના 7 માસના પુત્ર સહજ વોરા સાથે જામકંડોરણાના બોરીયા ગામે રહેતા માવતરના ઘરે સાતમ-આઠમનો તહેવાર કરવા આવી હતી. તે દરમિયાન માસૂમ સહજ વોરાને આંચકી ઉપડતાં તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પુછપરછમાં મૃતક સુરજ વોરા તેના માતા પિતાનો એકનો એક પુત્ર હતો અને તેનું આંચકીની બીમારી સબબ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *