રાજકોટના રેલનગર વિસ્તારમાં મહર્ષિ અરવિંદ ટાઉનશીપમાં રહેતા રોહિત દિનેશભાઇ ત્રિવેદી નામનો 23 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો. ત્યાં રાત્રીના 3.30 વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. યુવાનને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ અંગે સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્રનગર પોલીસને જાણ કરતા પ્રદ્યુમનનગર પોલીસ સ્ટાફે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મોતનું ચોક્કસ કારણ જાણવા કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક રોહિત ત્રિવેદી બે ભાઈ એક બહેનમાં નાનો હતો અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેના બે વર્ષ પૂર્વે લગ્ન થયા હતા. હાલ તેની પત્ની ગર્ભવતી છે.