ચેક રિટર્ન કેસમાં બેંકના ડિફોલ્ટ દંપતીને અદાલતે 6 માસની સજા ફટકારી

રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ના ડિફોલ્ટ દીપકભાઇ નેમીચંદભાઇ ગોયલ તેમના પત્ની મીતુબેનને ચેક રિટર્ન કેસમાં કોર્ટે છ માસની સજા અને વળતરની રકમ ચૂકવવા હુકમ કર્યો હતો.

નાગરિક સહકારી બેંક લિ.ની ગાંધીગ્રામ શાખાએ ગોયેલ દીપકભાઇ નેમીચંદને રૂ.10 લાખ અને તેની પત્ની ગોયલ મીતુબેનને રૂ.10 લાખનું ધિરાણ અપાયેલ હતું. ત્યાર બાદ બન્ને ખાતાઓ ડિફોલ્ટ થયા હતા. દીપકભાઇએ રૂ.5,74,302 અને તેની પત્ની મીતુબેને રૂ.3,90,083નો ચેક આપેલ તે પરત ફર્યા હતા. જેથી ગાંધીગ્રામની નેગોશીયેબલ કોર્ટમાં ચેક રિટર્નની મૂળ રકમ જેટલી રકમ જમા કરાવી ન હતી આથી કોર્ટે દીપકભાઇ અને તેની પત્ની મીતુબેનને છ માસની જેલની સજા અને ચેક રિટર્નના વળતરરૂપે દીપકભાઇ તેની પત્નીને રકમ ચૂકવવા હુકમ કર્યો હતો. જો આ રકમ ન ચૂકવે તો વધારાના 30 દિવસની કેદની સજા ફરમાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *