પોલીસે ફ્રોડમાં ગુમાવેલા 9.29 લાખ પરત અપાવ્યા

દિવસેને દિવસે સાયબર માફિયાઓ બેફામ બની રહ્યા છે, ક્યારેક KYC અપડેટ કરાવવા માટે તો ક્યારેક ઓનલાઈન બેંકની કામગીરીના હેતુથી અથવા તો કોઈ લોભામણી સ્કીમના આધારે સાયબર ગઠિયાઓ કોઈને કોઈ રીતે લોકોને છેતરતા હોય છે અને એકાઉન્ટમાં પડેલા રૂપિયા ઉઠાવી લેતા હોય છે. ત્યારે રાજકોટ સાયબર પોલીસની ટીમે ચાર અરજદારોને ફ્રોડમાં ગુમાવેલા 9.29 લાખ પરત આપવ્યા છે. જેમાં બેન્કના રિવોર્ડ પોઈન્ટ લેવા, ટેલિગ્રામમાં સ્ટૉકમાં રોકાણ કરી ઊંચું વળતર, ટાસ્ક પૂરા કરી પૈસા બનાવવાનું કહી ઓનલાઇન રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે.

રાજકોટમાં રહેતા સંજય માકડે કે જેઓને તેમના ફોનમાં ટેક્સ મેસેજ આવ્યો હતો અને મેસેજમાં બેન્કના રિવોર્ડ પોઈન્ટ પૈસામાં ફેરવવાનું જણાવ્યું હતું. જેથી સંજયભાઈ તે લિંક ખોલતા તેમના ખાતામાંથી 2,01,899 ઉપડી ગયા હતા. જેથી તેઓએ સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કરતાં સાયબરની ટીમે તેમના પૈસા માત્ર બે દિવસમાં પરત અપાવ્યા હતા. જ્યારે બીજા બનાવમાં પંચાયત ચોકમાં રહેતા સચિન સુરેશભાઈ શ્રીવાસ્તવને મુંબઈ પોર્ટ પર કન્સાઇન્મેન્ટ આવ્યાનો ફોન આવ્યો હતો. જેથી સામે વાળી વ્યક્તિએ તેમણે એપ ડાઉનલોડ કરાવી 2,70,000નું ફ્રોડ કર્યું હતું. જે પૈસા સાયબરની ટીમે તેઓને પરત અપાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *