બ્લુ બર્ડ હોલિડેયસ અને ઈન્ડિગોએ પ્રવાસીને 10,000 વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ

સેવામાં ખામી બદલ બ્લુ બર્ડ હોલિડેયસ અને ઈન્ડિગોએ પ્રવાસીને 10 હજાર 9 ટકા વ્યાજ સાથે ચૂકવવા હુકમ કરાયો છે. રાજકોટના મહિલાને દુબઈ ટ્રીપ વખતે કડવો અનુભવ થતા ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી હતી. શહેરના કાલાવડ રોડ પર રહેતા ફરિયાદ પિન્કીબેન દેવેન્દ્રભાઈ પટેલે રાજકોટના કસ્તુરબા રોડ પર મોહનભાઇ હોલ સામે આવેલા બીલખા પ્લાઝા બિલ્ડીંગમાં ઓફિસ ધરાવતા સામાવાળા બ્લુબર્ડ હોલિડેયસ(જીરાવાલા ટુરીઝમ) અને હરિયાણા ગુડગાઉંમાં આવેલા ઇન્ટર ગ્લોબ એવિએશન લિમિટેડ (ઈન્ડિગો) સામે રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (અધિક) સમક્ષ ફરિયાદ કરી હતી. આ અંગેનો કેસ ચાલતા ફરિયાદીના વકીલે કરેલી દલીલો અને પુરાવા ધ્યાને લઈ ફરિયાદીની અરજી અંશત: મંજુર કરી ગ્રાહક કોર્ટે હુકમ કર્યો હતો કે, ફરિયાદીને સામાવાળાએ 10 હજાર ફરિયાદ દાખલ થયા તારીખથી પૂર્ણ વસુલ થતાં સુધી 9 ટકા વ્યાજ સાથે ચૂકવવા અને શારીરિક માનસિક ત્રાસના 5000 અલગ 30 દિવસમાં ચૂકવવાના રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *