પડધરીના નાના ઇટાળા ગામે બે વર્ષની બાળકીને સર્પે દંશ દેતા તેનું મોત નીપજતા તેના પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. પડધરી પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ નાના ઇટાળા ગામે રહેતા અને મજૂરીકામ કરતા ભરતભાઇ કુકાવાની બે વર્ષની બાળકી તેના ઘેર ફળિયામાં રમતી હતી ત્યારે સર્પે દંશ દેતા તેને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જેનું સારવાર દરમિયાન મોત નીપજતા પડધરીના જમાદાર પુનિતભાઇ અગ્રાવત સહિતના સ્ટાફે વધુ કાર્યવાહી કરી હતી.