રાજકોટમાં હિટ એન્ડ રન

રાજકોટમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં મોડી રાત્રીના સમયે એક અર્ટિગા કારના ચાલકે બે કિલોમીટર સુધી 60 વર્ષીય વૃદ્ધાને ઢસડી અડફેટે લેતા વૃદ્ધાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બનાવ અંગે જાણ થતા પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસી કાર કબ્જે કરી કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

રાજકોટ શહેર ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, ગઇકાલે મોડી રાત્રીના સમયે તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાલાવડ રોડ હાઇવે પર કણકોટ નજીક રાધે હોટલ પાસે એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં ફરિયાદીના કહેવા મુજબ કાર ચાલકે ફરિયાદીના 60 વર્ષીય માતાને દોઢથી બે કિલોમીટર સુધી ઢસડી બેદરકારી પૂર્વક વાહન ચલાવી મોત નિપજાવ્યું છે જેને લઇ તાલુકા પોલીસે મૃતક વિજયાબેન બથવાર (ઉ.વ.60) ના પુત્ર જગદીશ બથવારની ફરિયાદ પરથી ભારતીય ન્યાય સંહિતા કલમ 281, 106 એક્ટ હેઠળ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *