ઓખા-વેરાવળ અને વેરાવળ-ઓખા એક્સપ્રેસ ટ્રેનો 8 જુલાઈ સુધી ડાયવર્ટ કરાયેલા રૂટ પર રિશેડ્યુલ કરાયેલ સમયે દોડશે

ટેક્નિકલ કારણોસર, ઓખા-વેરાવળ, વેરાવળ-ઓખા એક્સપ્રેસ ટ્રેનો તાત્કાલિક અસરથી 8 જુલાઈ, 2024 સુધી ડાઈવર્ટ કરાયેલા રૂટ પર રિશેડ્યુલ કરાયેલ સમય પર દોડશે ત્યારે રેલવે તંત્રએ મુસાફરોને વિનંતી કરી છે કે, આ ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે તેમજ અને ટ્રેન સહિત અન્ય તમામ ટ્રેનોનાં સંચાલન અંગે માહિતી માટે www.enquiry.indianrail.gov.in વેબસાઈટની મુલાકાત લેવા જણાવાયું છે.

ટ્રેન નંબર 19252 ઓખા-વેરાવળ એક્સપ્રેસ તાત્કાલિક અસર થી 08.07.2024 સુધી ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા કાનાલુસ-વાંસજાળીયા-જેતલસર-વેરાવળ થઈ ને દોડશે. આ સમયગાળા દરમિયાન, આ ટ્રેન ઓખા થી તેના નિર્ધારિત સમય કરતાં 5 કલાક 45 મિનિટ મોડી એટલે કે 02.00 વાગ્યે ઉપડશે.

ટ્રેન નંબર 19251 વેરાવળ-ઓખા એક્સપ્રેસ તાત્કાલિક અસર થી 08.07.2024 સુધી ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા જેતલસર-વાંસજાલિયા-કાનાલુસ થઈને દોડશે. આ સમયગાળા દરમિયાન, આ ટ્રેન વેરાવળ થી તેના નિર્ધારિત સમય કરતાં 3 કલાક 55 મિનિટ મોડી એટલે કે 03.00 વાગ્યે ઉપડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *