રાજકોટ તાલુકાના નાગલપર ગામ પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં ઈકો કારે રિક્ષાને અડફેટે લેતા રિક્ષામાં બેઠેલા નારણભાઈ બાબુભાઈ જોગડીયા (ઉ.વ.45)નું મોત નીપજયું હતું. નારણભાઈ જોગડીયાને ગઈકાલે રાત્રે 9 વાગ્યા આસપાસ તબીયત નાદુરસ્ત થઈ હતી. ચક્કર જેવું આવતું હતું જેથી તેઓ દવા લેવા જવા ઘરેથી નીકળ્યા હતા. નાગલપરથી રિક્ષામાં બેઠા હતા અને રિક્ષા થોડી આગળ ચાલી ત્યાં પુરપાટ ઝડપે આવેલી ઈકો કારે રિક્ષાને અડફેટે લીધી હતી. અકસ્માતમાં નારણભાઈને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી અને તેમને તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. નારણભાઈને સંતાનમાં 2 પુત્ર અને 1 પુત્રી છે અને 3 ભાઈમાં તેઓ નાના હતા.