તોશાખાના કેસમાં પાક.ના પૂર્વ PM ઈમરાન ખાન નિર્દોષ

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને સરકારી તિજોરીમાંથી ભેટ વેચવાના મામલામાં રાહત મળી છે (તોશાખાના કેસ). ‘જિયો ન્યૂઝ લાઈવ’ અનુસાર, બુધવારે સુનાવણી દરમિયાન કોર્ટે આ કેસમાં ઈમરાન અને પૂર્વ વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશી સહિત 8 લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા.

અહેવાલો અનુસાર તોશાખાન કેસમાં નિર્દોષ જાહેર થયા બાદ પણ ઈમરાન જેલમાં જ રહેશે. હકીકતમાં, પાકિસ્તાનમાં આ વર્ષે ફેબ્રુઆરીમાં યોજાયેલી ચૂંટણીના થોડા દિવસો પહેલા જ ઈમરાનને 3 કેસમાં કુલ 31 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. આના એક દિવસ પહેલા જ ઈમરાન ખાનની પત્ની બુશરા બીબીને ભ્રષ્ટાચારના કેસમાં જામીન મળી ગયા છે.

ઈમરાન ખાનને 5 ઓગસ્ટ 2023ના રોજ તોશાખાના કેસમાં 3 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. ચુકાદો આપતી વખતે ઈસ્લામાબાદની ટ્રાયલ કોર્ટે ખાન પર 5 વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી લાહોર પોલીસે તેની ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *