કોરોના બાદ થયેલ ફેફસાની બીમારીથી કંટાળી વૃધ્ધાએ જાત જલાવી કર્યો આપઘાત

રાજકોટ શહેરના મવડી મેઇન રોડ પર નવલનગર શેરી નં.17માં રહેતા કરૂણાબેન કિશોરભાઇ ચૌહાણ (ઉ.વ.62) એ ગઇકાલે પોતાના ઘરે એકલા હતા. ત્‍યારે પોતે પોતાની જાતે સળગી બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. ત્યારબાદ કોઇએ 108માં જાણ કરતા 108ૃની ટીમે સ્‍થળ પર પહોંચી તપાસ કરતા વૃધ્‍ધાનું મૃત્‍યુ નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. આ બનાવ અંગે જાણ થતા માલવીયાનગર પોલીસે સ્‍થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક કરૂણાબેનને સંતાનમાં એક પુત્ર છે અને તેઓ પાંચ વર્ષ પહેલા તે ખાનગી શાળામાં પટ્ટાવાળા તરીકે નોકરી કરતા હતા. કોરોના પછી તેને ફેફસામાં અસર થવાના કારણે થોડુ ચાલે ત્યાં તેને શ્વાસ ઉપડતો હતો અને પથારીવશ થઇ જતા તેથી તે સતત ચિંતામાં રહેતા હોવાથી આ પગલુ ભર્યુ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *