રાજકોટમાં TRP ગેમ ઝોન અગ્નિકાંડ બાદ મનપા તંત્ર એક્શન મોડમાં છે અને ઠેર-ઠેર ફાયર સેફટીની નોટિસો આપવામાં આવી રહી છે, ત્યારે સ્પીડવેલ નજીક આવેલા 32 ફેલ્ટના કલ્પના ચાવલા ટાઉનશીપને પણ મનપાએ નોટિસ ફટકારી હતી. જેમાં આવાસ યોજના ઓનર્સ એસોસિએશનને બિલ્ડીંગમાં ફાયર NOC લઈ લેવા જણાવાયું હતું. આ અંગે સ્થાનિકોએ ડે. કમિશનરને રજૂઆત કરતા કાલે શ્રીજી એન્જિનિયરિંગ એજન્સીના લોકો ફાયરનાં સાધનો ફિટ કરવા પહોંચ્યા હતા, પરંતુ તેમાં ફાયરના બાટલા એક્સપાયરી ડેટ વીતી ગયેલા હોવાથી સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. જેને લઈને આ સાધનો ફિટ કરવા આવેલા લોકો બાટલા મૂકીને ત્યાંથી ચાલ્યા ગયા હતા. આ અંગે ડે. કમિશનર નંદાણીએ કહ્યું કે, આ આવાસ યોજનામાં નિયમ મુજબ ફાયર સેફટીની જરૂર નથી અને કોર્પોરેશને કોઈને સાધનો ફિટ કરવા મોકલ્યા નથી.
મુખ્યમંત્રી આવાસ યોજનામાં બનેલી છે. જે-તે સમયે ફાયરના કોઈપણ સાધનો વિના અમને આવાસ સોંપી દેવામાં આવ્યા હતાં, પરંતુ TRP ગેમ ઝોન અગ્નિકાંડ બાદ અમને ફાયરનાં સાધનો ફિટ કરાવવાની નોટિસ આપવામાં આવી હતી. જેને લઈને અમારા દ્વારા મનપા કચેરીએ રજુઆત કરવામાં આવી હતી. જેમાં આવાસ યોજનામાંથી એવું કહેવામાં આવ્યું કે, અમને ઉપરથી કહેવામાં આવ્યું એટલે બધી આવાસ યોજનાને નોટિસ ફટકારવામાં આવી છે.