રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ચોકકસ બાતમીના આધારે કોઠારીયા રોડ પર રણુજા મંદિર પાસે શ્યામ પાર્ક શેરી નંબર-1માં રહેતા મીતેશ મનોજ લાખાણીના મકાનમાં દરોડા પાડી જુગાર રમતા મીતેષ મનોજ લાખાણી, ભરત આલા શીયાળ, રાજેશ મહેન્દ્ર મકવાણા અને 3 મહિલા સહિત કુલ 6 શખસોને દબોચી રૂ.19,300ની મતા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.