વોટર ઓપરેશન &મેનેજમેન્ટ સેલ (ડ્રેનેજ) શાખા, બેડીનાકા હસ્તકનાં ૮૦ MLD માધાપર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે પંડિત દીનદયાલ મેડીકલ કોલેજ રાજકોટના M.B.B.S અભ્યાસક્રમના કુલ ૧૫ વિદ્યાર્થીઓએ શૈક્ષણિક વિઝીટમાં ભાગ લીધો.
જેમાં વિદ્યાર્થીઓને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી સમજી તથા રાજકોટ મહાનગરપાલિકા ડ્રેનેજ શાખા દ્વારા સુએજ કલેક્શનથી ડિસ્પોઝલ સુધીની કામગીરી સમજી તથા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને વોટર ટ્રીટમેન્ટ દ્વારા સામાન્ય નાગરિકનાં જીવન તથા આરોગ્ય પર પડતી અસરો અંગેની માહિતી મેળવી.