રાજકોટના રણુજા મંદિર સામે કોઠારીયા રોડ પર આવેલા કુબેર ફ્લેટમાં રહેતા 30 વર્ષીય હિતેશગીરી અજયગીરી મેઘનાથીએ રાત્રીના ખોખડદળ નદીના પુલ પાસે ઝેરી દવા પી લેતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતાં. બાદ ફરી બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરનાં તબીબે તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. તેઓ ખોખડદડ નજીક જોબવર્કનું કારખાનું ધરાવતા હતાં. પ્રાથમિક તપાસમાં કારખાનેદારે બેન્કમાંથી લોન લીધેલ હોય તેમજ ધંધો ચાલતો ન હોવાથી ટેન્શનમાં પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ આજીડેમ પોલીસને થતાં મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.