આંબેડકરનગરના શખ્સે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું

શહેરમાં મવડી વિસ્તારમાં રહેતી 17 વર્ષની સગીરા ઘરેથી ચિઠ્ઠી લખી લાપતા થઇ જતા માલવિયાનગર પોલીસે તપાસ કરી સગીરાનું અપહરણ કરી જનાર આંબેડકરનગરના શખ્સને પકડી ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

મવડી વિસ્તારમાં રહેતા સગીરાના પિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.20ના રોજ તેના પત્નીનો ફોન આવ્યો હતો અને તેની મોટી પુત્રી ઘરમાં નથી તમે જલ્દી ઘરે આવો તેમ કહેતા તે ઘેર ગયા હતા અને તપાસ કરતા તેના મકાનમાંથી એક ચિઠ્ઠી મળી આવી હતી જેમાં લખ્યું હતું કે, ‘હું જાવ છું. સોરી મમ્મી-પપ્પા આઇ લવ યૂ, હું એકલી જાવ છું, ગુડ બાય,’ લખ્યું હતું. પોલીસે અપહરણ સહિતનો ગુનો નોંધી તપાસ કરતા સગીરાને આંબેડકરનગરમાં રહેતો સાહિલ જિતેન્દ્રભાઇ સિંધવ નામનો શખ્સ અપહરણ કરી ગયાનું બહાર આવતા પોલીસે સાહિલને ઝડપી લઇ સગીરાને મુક્ત કરાવી તપાસ કરતા બન્ને માધાપર ચોકડીથી દ્વારકા તરફ નાસી ગયા હતા અને સાહિલે દુષ્કર્મ આચર્યાનું ખૂલતા પોલીસે પોક્સોની કલમ ઉમેરી ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *