રાજકોટના વીરડા વાજડી ગામે ધરાહરનગરમાં રહેતા અને ઇલેક્ટ્રિકનું છૂટક કામ કરતા નિખિલ ધનશ્યામભાઇ જાદવ (ઉ.વ.21) તેના ઘર પાસે હતો ત્યારે કણકોટ ગામે રહેતા વિજય ભનુભાઇ ચૌહાણ નામના શખ્સે ધસી આવી તારે શું હવા છે. તારી હવા કાઢી નાખવી પડશે કહી ઝઘડો કરી નાસી ગયા બાદ ફરી આવી છરી વડે હુમલો કરતા તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા યુનિ. પોલીસે તપાસ કરતા થોડા સમય પહેલા નિખિલની માતાએ ઠપકો આપી વિજયને લાફો માર્યો હોય જેનો ખાર રાખી હુમલો કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા પીએસઆઇ રત્નુ સહિતના સ્ટાફે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી હતી.