તસ્કરે 13 મંદિરમાં ચોરી કરી હતી, ભાવિકો ન હોય તે સમય પસંદ કરતો

શહેરમાં છેલ્લા કેટલાક સમયથી બેકાબૂ બનેલા તસ્કરોને કાબૂમાં લેવા પોલીસ એકશનમાં આવી હોય તેમ બેડી નજીક મંદિરમાં છતરની ચોરી થયાની ફરીયાદ પરથી કુવાડવા પોલીસે તપાસ કરતા તસ્કર સીસીટીવીમાં કેદ થઇ ગયો હોય પોલીસે તસ્કરને ઝડપી લેવા મથામણ કરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બેડીમાં બે મંદિરોમાંથી રૂ.65 હજારની કિંમતના બે છતરની ચોરી થયાની ફરીયાદ પરથી કુવાડવા પોલીસે તપાસ કરતા તસ્કર સીસીટીવીમાં કેદ થઇ ગયો હોય તેને ઝડપી લેવા કાર્યવાહી કરી હતી. દરમિયાન માલિયાસણ ગામ પાસે એક શખ્સ મંદિરના છતરો સાથે એક શખ્સ આવ્યાે હોવાની માહિતીને આધારે પોલીસે તત્કાલ પહોચી શંકાસ્પદ શખ્સને અટકાવી તેની પૂછતાછ કરતા તે મયૂર શાંતિલાલ ગોંઢા હોવાનું જણાવતા પોલીસે તેની તલાસી લેતા તેની પાસેથી કેટલાક છતરો મળી આવતા તેની અટકાયત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *