શાપરમાં મોટાભાઈએ દૂષ્કર્મ આચર્યું

રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળમાં દુષ્કર્મની વધુ એક ચોંકવનારી ઘટના સામે આવી છે. શાપરમાં રહેતા શખસે ચાર વર્ષ પુર્વે યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. જે ઘટનાની જાણ યુવતીના પરિવારજનોને થતા બંનેના પરિવારો વચ્ચે વાતચીત થઈ હતી અને આરોપીના નાના ભાઈએ યુવતી સાથે લગ્ન કરવાનું વચન આપતા સમાધાન થયું હતું. બાદમાં તે મૈત્રી કરાર કરી યુવતી સાથે રહેતો હતો અને ચાર વર્ષ સુધી યુવતીનું યૌન શોષણ કર્યા બાદ તેણે અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હોવાની જાણ થતા અંતે આ મામલે યુવતીએ બંને ભાઈઓ સામે દુષ્કર્મ-છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવી છે.

શાપરમાં રહેતી 30 વર્ષીય યુવતીએ શાપર વેરાવળમાં રહેતા હરેશ દેવજીભાઈ સોંદરવા અને અમરશી દેવજીભાઈ સોંદરવા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે બંને આરોપીઓ સામે આઇપીસીની કલમ 376 અને 406, 420 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે ચાર વર્ષ પૂર્વે આરોપી અમરશી દેવજી સોંદરવાએ તેના પર દુષ્કર્મ આચાર્યું હતું. જે અંગે તેણે પરિવારજનોને જાણ કરી હતી. બાદમાં બંનેના પરિવારજનો વચ્ચે વાતચીત થયા બાદ અમરશીના નાના ભાઈ હરેશે યુવતી સાથે લગ્નનો વાયદો આપ્યો હતો અને આ શરતે સમાધાન થયું હતું જેથી અમરશી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *