રાજકોટમાં યોગ દિવસ પૂર્વે ચેરપર્સન શીશપાલજીની અધ્યક્ષતામાં યોગ શિબિર

આગામી આગામી તારીખ 21 જૂનનાં રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી થવાની છે. જેના અનુસંધાને વિવિધ કાર્યક્રમો શરૂ થઈ ગયા છે. ત્યારે રાજકોટની આત્મીય યુનિવર્સિટીમાં યોગ બોર્ડના ચેરમેન શીશીપાલજીની અધ્યક્ષતામાં ભવ્ય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સાધકો જોડાયા હતા. તેમજ ‘સ્વયં અને સમાજ માટે યોગ’ની થીમ પર યોગના વિવિધ આસનો કર્યા હતા.

21 જૂન ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી થવાની છે, ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વિશ્વ યોગ દિવસ પ્રોટોકોલ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. યોગ બોર્ડના ચેરપર્સન શીશપાલજીની અધ્યક્ષતામાં આત્મીય યુનીવર્સીટી, કાલાવડ રોડ, રાજકોટ ખાતે આજે યોગશિબિર યોજાવામાં આવી હતી. શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યની ભેટ આપતી ‘સ્વયં અને સમાજ માટે યોગ’ વિષય પર આધારિત આ યોગશિબિરમાં મોટી સંખ્યામાં યોગપ્રેમી નાગરિકો પણ જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *