જૂની કલેકટર કચેરીને જમીનદોસ્ત કરાશે

નવસારી જુનાથાણામાં આવેલી જૂની કલેકટર કચેરી જર્જરિત થતા તેને ઉતારી લેવાનો રિપોર્ટ માર્ગ અને મકાન વિભાગ દ્વારા કલેક્ટરને આપવામાં આવતા હાલમાં ત્યાં કાર્યરત સરકારી કચેરીઓને અન્યત્ર સ્થળાંતરિત કરવા જિલ્લા કલેકટરે નોટિસ આપી છે.હાલમાં અલગ અલગ સરકારી 46 કચેરી કચેરીઓ જૂની કલેકટર કચેરીમાં કાર્યરત છે. જેમાં મોટી સંખ્યામાં સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની અવરજવર રહે છે સાથે જ આ કચેરીમાં ફેમિલી કોર્ટ પણ કાર્યરત છે જેને અન્યત્ર કાર્યરત કરવા માટે જે તે કચેરીને જિલ્લા કલેકટરના આદેશથી સૂચના આપવામાં આવી છે.

ચોમાસા પહેલા દરેક નગરપાલિકા અને મહાનગર પાલિકા પોતાના વિસ્તારમાં આવેલી જર્જરિત ઇમારતોને દૂર કરવા માટે નોટિસો આપી રહી છે. તેવામાં નવસારી શહેરમાં આવેલા જુનાથાણા વિસ્તારમાં બહુમાળી ઇમારતો આવેલી છે. જેમાં 46થી વધુ સરકારી કચેરીઓ ચાલી રહી છે અને એ કચેરીઓને હાલ તાત્કાલિક ધોરણે અન્ય જગ્યા ઉપર ખસેડવા માટે જિલ્લા કલેકટર દ્વારા નોટિસ આપવામાં આવી છે. આગામી 30 તારીખ સુધી આ ઇમારતોને અન્ય જગ્યા ઉપર ખસેડવા માટેની સૂચના આપવામાં આવી છે. અન્ય કોઈ જગ્યા ન હોય તો કચેરી ભાડે લેવા માટેની પણ સૂચનામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કારણ કે નવસારી શહેરમાં આવેલા જુનાથાણા વિસ્તારમાં જ્યાં બહુમાળી ઈમારતો આવેલી છે એને સ્ટ્રકચરલ રિપોર્ટ નબળો આવતા ઈમારતને તાત્કાલિક ધોરણે ખાલી કરવા માટેની સૂચના છે અને આગામી સમયમાં આ જગ્યાને ડિમોલિશન કરી નવું બિલ્ડીંગ બાંધવાનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *