રાજકોટ ગ્રામ્ય SOG પોલીસ દ્વારા સતત બીજા દિવસે શંકાસ્પદ બિયારણનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. સોમવારે શાપરમાં રેડ કર્યા બાદ ગઇકાલે ઉપલેટામાં પરેશ સેલારકાના ગોડાઉનમાં દરોડો પાડી 1.28 લાખની કિંમતની 184 બેગ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સોમવારે રાજકોટના વેપારીના શાપર સ્થિત ગોડાઉનમાંથી શંકાસ્પદ બિયારણની 400 થેલી મળી આવી હતી. જે બાદ રાજકોટ ગ્રામ્ય SOG પોલીસ સ્ટાફ દ્વારા નકલી બિયારણની હેરફેર કરી તેનું વેચાણ કરી ખેડૂતોને છેતરતા તત્વો સામે કાર્યવાહી કરવા તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન ઉપલેટા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય ત્યારે ચોક્કસ બાતમી કે, ઉપલેટાની વ્રજ વિલાસ હોટલની બાજુની ગલીમાં આવેલા પરેશ વલ્લભ સેલારકાના ગોડાઉનમાં જુદી જુદી બ્રાંડના શંકાસ્પદ કૃષિને લગતા કપાસના બિયારણનો જથ્થો પડ્યો છે.