અમરેલી, કચ્છ અને જામનગરમાં ભારે પવન સાથે વરસાદ

ગુજરાતમાં આમ તો મેં મહિનામાં આકરી ગરમી પડે છે, પરંતુ છેલ્લા ચાર-પાંચ દિવસથી રાજ્યમાં મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લા ચાર દિવસથી રાજ્યમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા હાલ પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી કરી છે તો કેટલાક વિસ્તારોમાં હજી પણ કમોસમી વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આજે સતત ચોથા દિવસે અમરેલી અને કચ્છ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે.

અમરેલી જિલ્લામાં આજે પણ કમોસમી વરસાદી કહેર વરસ્યો હતો. ખાંભા શહેર અને આસપાસનાં ગામડાંમાં બપોરના સમયે મિની વાવાઝોડા જેવી સ્થિતિ જોવા મળી હતી. ભારે પવન સાથે વરસાદ વરસતાં રસ્તાઓ પાણી પાણી થયા હતા. છેલ્લા ચાર દિવસથી જિલ્લામાં છૂટોછવાયો વરસાદ વરસતાં ધરતીપુત્રોની ચિંતા વધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *