રાજકોટ સ્થિત મારવાડી યુનિવર્સિટી, ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ અને ટેકનોલોજીના બાયોઇન્ફોર્મટિક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા 24-25 એપ્રિલ 2024 દરમ્યાન બે-દિવસીય “નેનો ટેકનોલોજી અને એની એપ્લિકેશન” પર આધારીત વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યમાં બી.ટેક. ઇન બાયોઇન્ફોર્મટિક્સ પ્રોગ્રામ માત્ર મારવાડી યુનિવર્સિટીમાં જ ઉપલબ્ધ થાય છે, જેના દ્વારા વિદ્યાર્થીઓ અત્યારના સમયમાં આ ક્ષેત્રમાં આવનારી ઉજ્જવળ કેરિયરમાં ઉંચાઈઓના શિખરો સાધશે. ડિપાર્ટમેન્ટ ઓફ બાયોઇન્ફોર્મેટિક્સએ નવી પેઢીનો પ્રવાહ છે જે કોમ્પ્યુટર વિજ્ઞાનની મદદથી હેલ્થ-કેર દવા તથા અન્ય અનેક ક્ષેત્રોમાં વિકાસ તરફ દોરી જાય છે.
આ વર્કશોપ માટે DST, GSTBTM (GoG) દ્વારા ફન્ડિંગ કર્યું હતું. વર્કશોપમાં ભારતભરની 10 યુનિવર્સિટીમાંથી કુલ 36 રિસર્ચ સ્કોલર્સ, તથા પ્રોફેસરઓએ ભાગ લીધો હતો. વર્કશોપ દરમિયાન સહભાગીઓને બાયોઇન્ફોર્મેટિક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ગ્રીન તથા કેમિકલ સિન્થેસિસ અભિગમનો ઉપયોગ કરીને નેનોપાર્ટિકલ્સનું સંશ્લેષણ એન્ટી માઇક્રોબિયલ એક્ટિવિટી, ડાય ડિગ્રેડેશન, ટેક્સટાઇલ કોટિંગ, વગેરેમાં કેવી રીતે કરવું તેની hands-on તાલીમ આપવામાં આવી હતી.