કોનમેન સુકેશ ચંદ્રશેખરે અરવિંદ કેજરીવાલની ધરપકડ પર કટાક્ષ કરતો લેટર લખ્યો છે. સુકેશ 200 કરોડની છેતરપિંડીના આરોપમાં જેલમાં બંધ છે. પોતાના લેટરમાં તેણે કેજરીવાલનું તિહાર ક્લબમાં સ્વાગત કર્યું છે, સાથે જ કહ્યું કે હું ખૂબ જ ખુશ છે કે મને આટલી સારી બર્થડે ગિફ્ટ મળી છે.
જોકે આ પહેલીવાર નથી, જ્યારે સુકેશે અરવિંદ કેજરીવાલ પર આરોપ લગાવ્યા હોય. 6 મે, 2023ના રોજ દિલ્હીના LGને લખેલા પત્રમાં તેણે કહ્યું હતું કે કરોલ બાગમાં એક પ્રોજેક્ટ અપાવવાના બદલામાં તેણે 90 લાખ રૂપિયાના ચાંદીનાં વાસણો ગિફ્ટમાં આપ્યા હતા, જેમાં 15 ચાંદીની પ્લેટ, 20 ગ્લાસ, મૂર્તિઓ, વાટકા અને ચાંદીની ચમચીનો સમાવેશ થાય છે.
કેજરીવાલની 21 માર્ચે સીએમ હાઉસમાંથી ધરપકડ કરવામાં આવી હતી. શુક્રવારે બપોરે 2 વાગ્યે તેમને PMLAએ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં જસ્ટિસ કાવેરીએ તેમને 6 દિવસના ED રિમાન્ડ પર મોકલી દીધા છે.