બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે. પત્રકાર વિકી લલવાણીએ યુટ્યુબ એકાઉન્ટ પરથી દાવો કર્યો છે કે તેમને 16 મેના રોજ દાખલ કરવામાં આવ્યા છે. તેઓ હોસ્પિટલના એ-વિંગમાં છે.
યુટ્યુબ ચેનલ પર પોસ્ટ કરાયેલા વીડિયોમાં વિકી લલવાણીએ જણાવ્યું છે કે તેઓ સમાચાર કન્ફર્મ કરવા પોતે નાણાવટી હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં તેમને સમાચારની પુષ્ટિ મળી. બિગ બીને એ-વિંગ, ત્રીજા માળે રાખવામાં આવ્યા છે. તેમણે એવો પણ દાવો કર્યો છે કે અભિષેક બચ્ચન પણ પિતાને મળવા મંગળવારે સાંજે 4:30 વાગ્યે હોસ્પિટલ પહોંચ્યા હતા.
રિપોર્ટ અનુસાર, અમિતાભ બચ્ચન લાંબા સમયથી પેટ સંબંધિત સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે.
ડાયરેક્ટર વિવેક શર્મા સાથે વાતચીત કરી તો તેમણે કહ્યું, ‘તેમની તબિયત ખૂબ ખરાબ છે. મેં બે અઠવાડિયા પહેલા તેમની પાસે મળવા માટે સમય માંગ્યો હતો, તો તેમણે કહ્યું કે હાલમાં આની પરવાનગી નથી. એટલે કન્ફર્મ થઈ ગયું હતું કે કાં તો તેઓ હોસ્પિટલમાં છે અથવા ડોક્ટર્સની દેખરેખ હેઠળ છે. મને લાગે છે કે તેમની તબિયત ઘણી ખરાબ છે.’
આ ઉપરાંત વાતચીતમાં પરિવારના નજીકના સૂત્રનું કહેવું છે કે અમિતાભ બચ્ચનને રૂટિન ચેકઅપના કારણે દાખલ કરવામાં આવ્યા છે.