રક્ષાબંધનના તહેવાર નિમિત્તે મીઠાઇઓનું વ્યાપક પ્રમાણમાં વેચાણ થતું હોય રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારમાં સર્વેલન્સ ચેકિંગ હાથ ધરી કુલ 39 મીઠાઇના ઉત્પાદકો અને ડેરીફાર્મમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી
અને તેમાં 9 ધંધાર્થીઓને લાઇસન્સ તથા મીઠાઇ પર યૂઝ બાય ડેટ દર્શાવવા બાબત નોટિસ આપવામાં આવી હતી. તેમજ 15 સ્થળેથી પેંડા અને કાજુ કતરીના સેમ્પલ લઇ ચકાસણી માટે ફૂડ લેબોરેટરીમાં મોકલ્યા છે.
મનપાના ફૂડ વિભાગની ટીમે લાયસન્સ અને 9 ધંધાર્થીને મીઠાઈની એક્સપાયરી ડેટ ન લખવા અંગે નોટિસ આપી હતી જેમાં શ્રી ગાયત્રી ડેરી ફાર્મ, શ્રી રાધેશ્યામ ડેરી ફાર્મ, ખોડિયાર ડેરી ફાર્મ, મહાલક્ષ્મી ડેરી ફાર્મ, શ્રી શક્તિરાજ સ્વીટ એન્ડ નમકીન, તુલસી ડેરી ફાર્મ, ગોકુલ ડેરી ફાર્મ, મહેશ વિજય ડેરી ફાર્મ, ન્યૂ પટેલ ડેરી ફાર્મનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ચેકિંગ દરમિયાન અનેક સ્થળેથી મીઠાઈના નમૂના લીધા હતા. જેમાં કેસર પેંડા, કેસર બદામ પેંડા, ચોકલેટ પેંડા, રજવાડી પેંડા, કાજુ કતરી, માવાના પેંડા, થાબડી પેંડા, બોન્ટી પેંડા, મલાઈ પુરી પેંડા અને ડેરી મિલ્ક ચોકલેટના નમૂના લઈને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલાયા છે. જો કે, તેનો રિપોર્ટ આવતા મહિનાથી વધુ સમય થશે.