વર્ષ 2015થી ઈગલ મોટર્સ પ્રા.લી.પાસેથી વેટ અને CGSTની 28 કરોડની લેણી રકમ ન ભરતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં ગત તારીખ 2 મે 2026ના રોજ બે આરોપીઓને ઝડપી પાડી જેલહવાલે કરવામાં આવ્યા હતા. દરમિયાન સહ માલિક મનિષભાઈ રસીકભાઈ બવારીયાની રેગ્યુલર જામીન અરજી રાજકોટના અધિક સેશન્સ જજ સી.જે. પટેલ મેડમે નામંજુર કરી છે.
ઉલ્લેખનીય છે કે, જયેન્દ્રભાઈ બવારીયાએ જામીન અરજી રજુ કરી રજુઆત કરી હતી કે તેઓ વર્ષ 2011માં ડિરેકટર પદેથી નિવૃત થઈ ગયા છે અને વર્ષ 2011 સુધી સરકારની લેણી રકમ રૂ.19 લાખ થતી હતી જે રકમ જયેન્દ્રભાઈએ કોર્ટમાં જમા કરાવી જામીન મેળવ્યા હતા
આરોપીઓએ વર્ષ 2005માં ઈગલ મોટર્સ પ્રા.લી. નામની પેઢી ઉભી કરી ફોર્ડ મોટર્સની કાર અને એસેસરીઝના રીસેલનો ધંધો શરૂ કર્યો છે. આ ધંધા દરમિયાન વેટ અને CGSTની કરોડો રૂપિયાની લેણી રકમ ભર્યા વિના આરોપીઓએ પેઢી બંધ કરી ફડચામાં જવા દીધી હતી. વર્ષ 2015થી આ પેઢીના ડિરેકટરોને વેટ અને CGSTએ નોટીસો આપી હતી.
વર્ષ 2025 સુધી નોટીસને ગણકાર્યા વિના પેઢીના કૌટુંબિક ડિરેકટરોએ કોઈ જ રકમ ન ભરતા રાજય વેરા અધિકારીએ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન મનિષભાઈ બવારીયા અને જયેન્દ્રભાઈ બવારીયાની ધરપકડ કરવામાં આવી હતી.
સરકારની લેણી રકમ કોર્ટમાં જમા કરાવી જામીન મેળવ્યા હતા જયેન્દ્રભાઈ બવારીયાએ જામીન અરજી રજુ કરી રજુઆત કરી હતી કે તેઓ વર્ષ 2011માં ડિરેકટર પદેથી નિવૃત થઈ ગયા છે અને વર્ષ 2011 સુધી સરકારની લેણી રકમ રૂ.19 લાખ થતી હતી. જે રકમ જયેન્દ્રભાઈએ કોર્ટમાં જમા કરાવી જામીન મેળવ્યા હતા. આ મુજબ મનિષભાઈ રસીકભાઈ બવારીયાએ પણ ફક્ત રૂ.19 લાખ જમા કરાવી જામીન માંગતા જણાવ્યું હતું કે હાલની ફરિયાદને સમય મર્યાદાનો બાધ નડે છે. વધુમાં, વર્ષ 2020માં ઉચ્ચ અધિકારીનો આદેશ હોવા છતા હાલની ફરિયાદ વર્ષ 2025માં રજુ થઇ છે જેથી તેમને જામીન મળવા જોઈએ.