સૌરાષ્ટ્રભરમાં સોની વેપારીઓ સાથે છેતરપિંડી આચરતી ટોળકી ઝડપાઇ

સોના-ચાંદીના વેપારીઓને છેતરીને અસલી દાગીનાની જગ્યાએ નકલી ઘરેણાં પધરાવી દેતી એક ગેંગને રાજકોટના ભાયાવદર પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી છે. પોલીસે બે મહિલા અને એક સગીર સહિત કુલ પાંચ શખ્સોની ધરપકડ કરી ₹5.01 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

શું હતી સમગ્ર ઘટના? ઉપલેટાના ઢાંક ગામે આવેલી ‘વારાહી જ્વેલર્સ’માં ગત 28 એપ્રિલના રોજ ત્રણ મહિલાઓ ગ્રાહક બનીને આવી હતી. તેઓએ પોતાની ખોટી ઓળખ આપી વેપારી તુષારભાઈ પાસે સોનાની વીંટી અને બુટ્ટી જોવાની માંગણી કરી હતી. વેપારી જ્યારે અન્ય ઘરેણાં બતાવવામાં વ્યસ્ત હતા, ત્યારે આ મહિલાઓએ નજર ચૂકવી બોક્સમાંથી અસલી સોનાની વીંટી કાઢી તેની જગ્યાએ ધાતુની નકલી વીંટી મૂકી દીધી હતી અને ત્યાંથી નાસી છૂટી હતી.

પોલીસ કાર્યવાહી અને મુદ્દામાલ ASP સિમરન ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ પોલીસે CCTV ફૂટેજ અને ટેક્નિકલ સોર્સની મદદથી તપાસ હાથ ધરી હતી. ગણતરીના કલાકોમાં જ ગેંગને દબોચી લેવામાં આવી હતી. ઝડપાયેલા આરોપીઓમાં પ્રવિણ કાન્તી જખવાડીયા, કિશન જીતેન્દ્ર મેટાળીયા, રૂપાબેન જયેશ ડાભી, સવીતાબેન હકા ભોજવીયા અને એક સગીરનો સમાવેશ થાય છે. પોલીસે 70 હજારની 2 સોનાની વીંટી, એક બોલેરો ગાડી અને 4 મોબાઈલ ફોન પણ કબજે કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *