સેન્સેક્સ 852 અંક ઘટીને 77,664 પર બંધ

23 એપ્રિલે 852 પોઈન્ટ (1.09%) ઘટીને 77,664 પર બંધ થયો. નિફ્ટીમાં પણ 205 પોઈન્ટ (0.84%)નો ઘટાડો રહ્યો, તે 24,173 પર આવી ગયો. આજના કારોબારમાં ફાર્મા અને મીડિયા શેરોમાં ખરીદી રહી, જ્યારે ઓટોમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી.

અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ વધવાથી બજાર ઘટ્યું

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામની 22 એપ્રિલની ડેડલાઇનને આગળ તો વધારી દીધી છે, પરંતુ તણાવ હજુ સમાપ્ત થયો નથી. અમેરિકી નૌકાદળે ઈરાની બંદરોની ઘેરાબંધી હજુ પણ ચાલુ રાખી છે, જ્યારે ઈરાને ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’માં બે જહાજોને પોતાના કબજામાં લઈ લીધા છે.

બંને દેશો વચ્ચેની વાતચીતનો છેલ્લો રાઉન્ડ કોઈ સમજૂતી પર પહોંચી શક્યો ન હતો, જેના પછી પાકિસ્તાનમાં બીજા રાઉન્ડની વાતચીત થશે તેવી અપેક્ષા હતી. જોકે, હવે રોકાણકારોને આવી કોઈ વાતચીતની અપેક્ષા નથી. ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સની ઇસ્લામાબાદ યાત્રા પણ ટળી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *