સેન્સેક્સ 1397 પોઈન્ટ વધીને 78,583 પર બંધ

4 ફેબ્રુઆરીએ સેન્સેક્સ 1397 પોઈન્ટના વધારા સાથે 78,583 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 378 પોઈન્ટ વધીને 23,739ની સપાટીએ બંધ થયો હતો.

સેન્સેક્સના 30 શેરોમાંથી 25માં તેજી અને 5માં ઘટાડો રહ્યો. નિફ્ટીના 50 શેરોમાંથી 39માં તેજી અને 11માં ઘટાડો રહ્યો હતો. NSE સેક્ટોરલ ઇન્ડેક્સમાં FMCG સેક્ટર સિવાયના તમામ સેક્ટર ઉછાળા સાથે બંધ થયા હતા. નિફ્ટી ઓઈલ એન્ડ ગેસ સેક્ટરમાં સૌથી વધુ 2.70%નો વધારો જોવા મળ્યો હતો.

ગઈકાલે એટલે કે 4 ફેબ્રુઆરીએ, સેન્સેક્સ 319 પોઈન્ટના ઘટાડા સાથે 77,186 પર બંધ થયો હતો. નિફ્ટી પણ ૧૨૧ પોઈન્ટ ઘટીને 23,361 પર બંધ થયો. તેમજ, BSE સ્મોલ કેપ 887 પોઈન્ટ ઘટીને 49,212 પર બંધ થયો.

સેન્સેક્સના ૩૦ શેરોમાંથી 19માં ઘટાડો અને 11માં તેજી હતી. નિફ્ટીના 50 શેરોમાંથી 35 શેરોમાં ઘટાડો અને 15 શેરોમાં વધારો જોવા મળ્યો. NSE સેક્ટોરલ ઈન્ડેકસમાં, તેલ અને ગેસ ક્ષેત્રમાં સૌથી વધુ 2.22%નો ઘટાડો થયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *