IPLની 19મી સીઝનમાં રાજસ્થાન રોયલ્સને પહેલી હાર મળી. રાજીવ ગાંધી સ્ટેડિયમમાં ટીમને સનરાઈઝર્સ હૈદરાબાદે 57 રનથી હરાવી. SRH તરફથી ટુર્નામેન્ટ ડેબ્યુ કરવા ઉતરેલા પેસર પ્રફુલ્લ હિંગે અને સાકિબ હુસૈને 4-4 વિકેટ ઝડપી. તો કેપ્ટન ઈશાન કિશને 91 રનની ઇનિંગ રમી.
સોમવારે RRએ ટૉસ જીતીને SRHને બેટિંગમાં ઉતાર્યું. ટીમે 6 વિકેટ ગુમાવીને 216 રન બનાવ્યા. ઈશાન કિશને 91 અને હેનરિક ક્લાસને 40 રન બનાવ્યા. RR તરફથી જોફ્રા આર્ચરે 2 વિકેટ લીધી. મહેમાન ટીમ 19 ઓવરમાં 159 રન બનાવીને સમેટાઈ ગઈ. ડોનોવન ફરેરાએ 69 અને રવીન્દ્ર જાડેજાએ 45 રન બનાવીને સેન્ચુરી પાર્ટનરશીપ કરી. SRH માટે ઈશાન મલિંગાએ પણ 2 વિકેટ લીધી.
હૈદરાબાદને RCB, PBKS અને LSG સામે હાર મળી હતી. ટીમે KKR બાદ હવે RRને હરાવ્યું. બીજી તરફ રાજસ્થાને RCB, MI, GT અને CSKને હરાવ્યા હતા, પરંતુ તેમને હવે હાર મળી ગઈ. જોકે, ટીમ અત્યારે પણ પોઇન્ટ્સ ટેબલમાં ટૉપ પર છે.