મિડલ ઇસ્ટમાં વધતા તણાવ અને હોર્મુઝ રૂટમાં સપ્લાય પ્રભાવિત થયા બાદ ભારતે ફરી એકવાર રશિયા તરફ વળ્યું છે. પોતાની ક્રૂડ ઓઇલની જરૂરિયાતોનો લગભગ 90% આયાત કરનાર ભારતે છેલ્લા બે મહિનામાં રશિયન ક્રૂડની ખરીદીમાં ભારે વધારો કર્યો છે.
અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ગ્લોબલ માર્કેટમાં ઓઈલની અછત વધી ગઈ છે, જેના કારણે ભારતીય રિફાઇનર્સ હવે રશિયા પાસેથી વધુને વધુ ઓઈલ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
માર્ચમાં રશિયાથી આયાત 19 લાખ બેરલ પ્રતિ દિન પહોંચી
ઇન્ટેલિજન્સ ફર્મ કેપ્લરના ડેટા અનુસાર, માર્ચ મહિનામાં રશિયાથી ક્રૂડ ઓઇલની આયાત સરેરાશ 1.98 મિલિયન એટલે કે 19 લાખ બેરલ પ્રતિ દિન (bpd) રહી. આ જૂન 2023 પછીનું સૌથી ઊંચું સ્તર છે.