શહેરમાં ડબલ ઋતુને કારણે રોગચાળો વકર્યો

રાજકોટમાં છેલ્લા એક મહિનાથી ડબલ ઋતુના કારણે રોગચાળાના 1525 કેસ નોંધાયા, જેમાં શરદી-ઉધરસના 668, સામાન્ય તાવના 664 અને ઝાડા-ઉલ્ટીના 190, ટાઇફોઇડના 2 ઉપરાંત ડેંગ્યુનો 1 કેસ સામે આવ્યો છે. બીજીતરફ રાજ્યના આરોગ્ય વિભાગનો હવાલો આપી મનપા કે સિવિલ હોસ્પિટલ દ્વારા સ્વાઇન ફલૂ અંગે કોઈ આંકડા જાહેર કરાયા નથી, તો ખાનગી હોસ્પિટલોમાં લેબોરેટરી ટેસ્ટના નામે હજારો રૂપિયા વસુલાતા હોવાની ફરિયાદો ઉઠી છે. ખાનગી દવાખાનામાં દર્દીઓનું ભારે વેઇટિંગ જોવા મળી રહ્યું છે, છતાં મનપા અગાઉના 2420 કેસ સામે 1525 કેસ દર્શાવી રોગચાળો ઘટ્યાનો દાવો કરી રહી છે.

આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીનાં જણાવ્યા મુજબ વાહકજન્ય રોગચાળાને નિયંત્રણમાં લાવવા 89,268 ઘરોમાં પોરાનાશક અને 584 ઘરોમાં ફોગીંગ કામગીરી કરાઈ છે. મચ્છર ઉત્પત્તિ સબબ તપાસ કરીને રહેણાંકમાં 212 અને કમર્શિયલ 61 મળી કુલ નોટિસ આપવામાં આવી છે. આ ઉપરાંત 1,77,681 વસ્તીનો સર્વે કરી 4,362 ક્લોરીન ટેબ્લેટ, 792 ORS પેકેટનું વિતરણ અને 2,340 RC ટેસ્ટ કરવામાં આવ્યા છે.

રાજકોટમાં પવિત્ર જન્માષ્ટમીના તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવા માટે માર્કેટયાર્ડના અલગ-અલગ વિભાગોમાં ખરીદ-વેચાણની કામગીરી બંધ રાખવા માટે રજાઓની જાહેરાત કરવામાં આવી છે. APMC દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર કાર્યક્રમ અનુસાર મુખ્ય યાર્ડ-બેડી ખાતે તા. 1 સપ્ટેમ્બરથી 5 સપ્ટેમ્બર સુધી તમામ કામગીરી સંપૂર્ણ બંધ રહેશે. આ ઉપરાંત શાકભાજી વિભાગ, બટેટા વિભાગ તેમજ સબયાર્ડ રાજકોટમાં તા. 3 સપ્ટેમ્બરથી 5 સપ્ટેમ્બર દરમિયાન રજા પાળવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *