રાજકોટમાં વધુ એક મહિલા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. 5 વર્ષ પહેલા છૂટાછેડા લીધા બાદ ગોંડલના બે સંતાનોના પિતાએ અપરિણીત હોવાનું કહી લગ્નની લાલચે અલગ-અલગ રિસોર્ટમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. જોકે, બાદમાં લગ્ન કરવાનો ઇનકાર કરી તરછોડી દેતા મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, ફરિયાદમાં બે માસનો ગર્ભ રહીત જતાં ધમકી આપી આરોપીએ ગર્ભપાત કરાવ્યો હોવાનો પણ મહિલાએ આક્ષેપ કર્યો છે.
મહિલાનો વિશ્વાસ જીતી વાતચીત શરૂ કરી વર્ષ 2020માં છૂટાછેડા લીધા બાદ મહિલાએ પોતાના બાળકના સારા ઉછેર માટે બીજા લગ્ન કરવા પોતાના પરિચિતોને યોગ્ય યુવાન શોધવા જણાવ્યું હતું. આ દરમિયાન વર્ષ 2022માં ગોંડલના નવાગામે રહેતા 38 વર્ષના કારખાનેદાર સંજય મનસુખભાઈ કંડોલીયાએ મહિલાનો સંપર્ક કર્યો હતો. સંજય પોતે અપરિણીત હોવાનું કહી મહિલાનો વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી અને લગ્ન કરવાની ખાતરી આપી શારીરિક સંબંધો બાંધવાનું શરૂ કર્યું હતું.
લગ્ન કરવાની ખાતરી આપી વારંવાર દુષ્કર્મ આચર્યું આરોપી સંજયે રાજકોટ તેમજ અલગ અલગ રિસોર્ટ અને હોટલોમાં લઈ જઈ તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. જ્યારે મહિલા લગ્નની વાત કરતી ત્યારે આરોપી બહાના બતાવી ટાળી દેતો હતો. મહિલાને બે માસનો ગર્ભ રહી જતાં આરોપીએ ધાકધમકી આપી ગર્ભપાત કરાવ્યો હતો. સતત બહાના બતાવતા મહિલાને શંકા જતાં તેણે તપાસ કરી હતી જેમાં સંજય પરિણીત હોવાનું અને બાળકો સામે આવ્યું હતું.
આરોપીએ તરછોડી દેતા મહિલાએ ફરિયાદ નોંધાવી પોતાની પોલ ખૂલી જતાં સંજયે મહિલાને ગાળો આપી, ડરાવી ધમકાવીને લગ્ન કરવાનો ઇનકાર કરી તરછોડી દીધી હતી. પોતાની સાથે વિશ્વાસઘાત અને શારીરિક શોષણ થતા પીડિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરવા વધુ તપાસ હાથ ધરી છે.