વાસુ ભગનાનીએ ડેવિડ ધવન પર ₹400 કરોડ કેસ કર્યો

ફિલ્મ પ્રોડ્યુસર વાસુ ભગનાનીની કંપની પૂજા એન્ટરટેઈનમેન્ટે ટિપ્સ ઈન્ડસ્ટ્રીઝ અને ફિલ્મ મેકર ડેવિડ ધવન વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં 400 કરોડ રૂપિયાનો કેસ કર્યો છે. આ વિવાદ વરુણ ધવનની આગામી ફિલ્મ ‘હૈ જવાની તો ઈશ્ક હોના હૈ’માં 1999ની હિટ ફિલ્મ ‘બીવી નંબર 1’ના બે ગીતોના ઉપયોગને લઈને છે.

વાસુ ભગનાનીનો દાવો છે કે ટિપ્સ પાસે આ ગીતોના વિઝ્યુઅલ રાઈટ્સ નથી. તેણે ફિલ્મની રિલીઝ રોકવા અને તેનું ટાઈટલ બદલવાની માંગ કરી છે. જ્યારે ટિપ્સે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.

ડિરેક્ટર ડેવિડ ધવનની વરુણ ધવન, પૂજા હેગડે અને મૃણાલ ઠાકુર અભિનીત આ ફિલ્મ 5 જૂન 2026ના રોજ રિલીઝ થવાની છે. આમાં ‘બીવી નંબર 1’ના બે પ્રખ્યાત ગીતો ‘ચુનરી ચુનરી’ અને ‘ઇશ્ક સોના હૈ’ને ફરીથી બનાવવામાં આવ્યા છે. પૂજા એન્ટરટેઈનમેન્ટે વકીલ વીકે દુબે એસોસિએટ્સ દ્વારા કોર્ટમાં અરજી કરી છે.

આમાં ફિલ્મની રિલીઝ, ડિસ્ટ્રિબ્યુશન અને સ્ટ્રીમિંગ પર તાત્કાલિક રોક લગાવવાની માંગ કરવામાં આવી છે. કંપનીનું કહેવું છે કે ફિલ્મનું ટાઇટલ પણ ગીતમાંથી લેવામાં આવ્યું છે, તેથી તેને બદલવામાં આવે. વાત ન માનવા પર 100 કરોડ રૂપિયાનું વધારાનું વળતર માંગવામાં આવ્યું છે.

ટિપ્સ પાસે માત્ર ઓડિયો રાઇટ્સ હતા વાસુ ભગનાણીના વકીલે ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું કે પહેલા ફિલ્મોના રાઇટ્સ કરારોના આધારે નક્કી થતા હતા. ટિપ્સ પાસે ફક્ત આ ગીતોના ઓડિયો રાઇટ્સ હતા. વર્ષ 2018માં ટિપ્સે ઈમેલ મોકલીને વિઝ્યુઅલ રાઇટ્સ માંગ્યા હતા, પરંતુ બંને પક્ષો વચ્ચે કોઈ સહમતિ બની શકી ન હતી. પૂજા એન્ટરટેઈનમેન્ટે હવે એક નોટિસ મોકલીને ટિપ્સને આપવામાં આવેલા જૂના ઓડિયો રાઇટ્સ પણ કેન્સલ કરી દીધા છે. વકીલે કહ્યું કે જો ટિપ્સ પાસે કાયદાકીય રાઇટ્સ છે, તો તેમને કોર્ટમાં દસ્તાવેજો બતાવવા પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *