જસદણના નવા બસ સ્ટેન્ડ નજીક આવેલા આનંદ નગર વિસ્ત ારમાં એક ચોંકા વનારી અને હૃદય કંપા નારી ઘટના સામે આવી હતી. જેમાં એક યુવક અચાનક વીજ ટ્રાન્ ફોર્મર (ટીસી) પર ચડી જતાં તેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. કરંટ લાગતાની સાથે જ યુવક જોરદાર ભડાકા સાથે નીચે લટકી પડ્યો હતો.
આ સમગ્ર ઘટનાના લાઈવ દ્રશ્યો નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગયા હતા, જે જોઈને લોકોના કાળજા કંપી ઉઠ્યા હતા.
ગંભીર હાલતમાં રાજકોટ સિવિલમાં ખસેડાયો વીજ કરંટ લાગવાના કારણે યુવક શરીરના અનેક ભાગે ગંભીર રીતે દાઝી ગયો હતો અને તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટના બનતા જ તેને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો હતો, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.આ યુવક કયા કારણોસર ટ્રાન્સફોર્મર પર ચડ્યો હતો તે હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. આ સમગ્ર મામલે જસદણ પોલીસ અને પીજીવીસીએલના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.
વીજ પુરવઠો બંધ કરી યુવકનો જીવ બચાવાયો શહેરના આનંદનગર વિસ્તારમાં રહેતો રમેશ મોહનભાઈ ગોહિલ નામનો યુવક કોઈ અકળ કારણોસર વીજ ટ્રાન્સફોર્મર પર ચડી ગયો હતો. તે ટ્રાન્સફોર્મરને અડકતાની સાથે જ વીજ કરંટની ઝપેટમાં આવી ગયો હતો. ઘટનાને પગલે આસપાસના લોકોમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિકોએ ત્વરિત સૂઝબૂઝ વાપરીને તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરાવ્યો હતો અને યુવકને જેમ-તેમ કરીને બચાવી લીધો હતો.