લોધિકા પાસે પિકઅપ વાને યુવકને ઠોકરે લેતાં મોત

લોધિકાના ચીભડા નજીક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. ત્રણ મિત્ર સાથે પગપાળા નાસ્તો લેવા જઈ રહેલા યુવકને પિકઅપ વાને અડફેટે લેતા ગંભીર ઇજા થવાથી મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જી વાહનચાલક નાસી છૂટ્યો હતો. બનાવ અંગે લોધિકા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ, મૂળ બિહારનો અને હાલ લોધિકાના ચીભડા ગામે આવેલી કંપનીમાં કામ કરતો અખિલેશ દુલાર પંડિત(ઉ.વ.22)નો સાંજે સાતેક વાગ્યે કંપનીએથી છૂટીને નાસ્તો લેવા જતો હતો ત્યારે પાછળથી આવતી પિકઅપ વાને યુવકને અડફેટે લેતા રોડ પર પટકાતાં ગંભીર ઈજાઓ થતા સાથી મિત્રોએ તાકીદે સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો.

ત્યાં ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દેતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે લોધિકા પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

મૃતક એક ભાઈ એક બહેનમાં નાનો હતો અને ચીભડા નજીક કારખાનામાં ઇલેક્ટ્રિકનું કામ કરતો હતો. અકસ્માત સર્જી નાસી જનાર પિકઅપ વાન ચાલકની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *