લોડિંગ ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત

અમદાવાદના સરખેજ-ધોળકા રોડ પર આજે(15 જુલાઈ) વહેલી સવારે બે ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો.આ અકસ્માતમાં આઇસર ચાલકનું સ્થળ પર જ મોત થયું હતું.અકસ્માત એટલો ગંભીર હતો કે આઇસર ચાલકનો મૃતદેહ ટ્રકની બોડી કાપીને બહાર કાઢવો પડ્યો હતો.બનાવની જાણ થતા ગ્રામ્ય પોલીસ સ્થળ પર પહોંચી હતી.

વહેલી સવારે બાકરોલ પાસે અકસ્માત અમદાવાદના સરખેજ ધોળકા રોડ પર વહેલી સવારે 7:30 વાગ્યાની આસપાસ બાકરોલ પાસે એક લોડિંગ ટ્રક અને ઈટ ભરેલા આઇસર વચ્ચે ભયાનક અકસ્માત થયો હતો.અકસ્માતમાં આઇસરના ડ્રાઇવરનું ઘટનાસ્થળે મોત થયું હતું.બનાવની જાણ થતા પોલીસ અને ફાયરની ટીમ સ્થળ પર પહોંચી હતી.

અકસ્માત એટલો ગંભીર હતો કે આઇસર ચાલકનો મૃતદેહ ટ્રકની આગળની બાજુ ફસાયો હતો, જેને ફાયરની ટીમ દ્વારા પતરા કાપીને બહાર કાઢવામાં આવ્યો હતો.અકસ્માતમાં લોડીંગ ટ્રકના ડ્રાઇવરને પણ ઈજાઓ પહોંચી છે,જેથી સારવાર માટે હોસ્પિટલ ખચાડવામાં આવ્યો છે. બનાવ અંગે ગ્રામ્ય પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *