ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે ગુરુવારે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગ અને ગૃહના અપમાનની નોટિસ સુપરત કરી છે.
અનુરાગનો આરોપ છે કે રાહુલ ગાંધીએ ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ અસંસદીય અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો. ગંભીર અને પાયાવિહોણા આરોપો લગાવ્યા.
વાસ્તવમાં, બુધવારે રાહુલે પેપર લીક સુધારા બિલ પર બોલતા ગૃહમંત્રી અમિત શાહ પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. રાહુલના ભાષણના એક ભાગને અધ્યક્ષ ઓમ બિરલાએ કાર્યવાહીમાંથી હટાવી દીધો હતો.
આ ઉપરાંત, પેપર લીક સુધારા બિલ લોકસભા પછી ગુરુવારે રાજ્યસભામાં પણ પસાર થઈ ગયું. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે બિલ રજૂ કર્યું જેના પછી તેના પર 7 કલાક ચર્ચા થઈ.
બિલ પર ચર્ચા દરમિયાન મલ્લિકાર્જુન ખડગેના મનુસ્મૃતિ પરના નિવેદન બાદ હોબાળો થયો. તેમણે કહ્યું કે શિક્ષણ સંસ્થાઓમાં મનુસ્મૃતિ માનનારા વધી ગયા છે, જેનાથી શૂદ્રોનો ભણવાનો અધિકાર છીનવાઈ ગયો છે. આના પર ગૃહમાં હોબાળો શરૂ થઈ ગયો.
વંદે માતરમ્ બિલ લોકસભામાંથી પણ પાસ
વંદે માતરમ્ બિલ રાજ્યસભા પછી લોકસભામાંથી પણ પાસ થઈ ગયું છે. આ દરમિયાન ઘણો હોબાળો થયો. સ્પીકરે આ પછી ગૃહની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરી દીધી.