શહેરમાં રહેતી યુવતી બીજા લગ્ન કરી પતિના ઘરે પહોંચી હતી. લગ્નના પંદરમાં જ દિવસે પતિને જાણ થઇ હતી કે, પત્નીના પેટમાં ચાર માસનો ગર્ભ છે. પોલીસે યુવતીના પ્રેમી સામે દુષ્કર્મનો ગુનો નોંધ્યો હતો.રૈયા વિસ્તારમાં રહેતી 19 વર્ષની યુવતીએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અર્જુન ભીખા ઉર્ફે બાબુ અઘારિયાનું નામ આપ્યું હતું.
યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મહેશ જખાણિયા સાથે તેના પ્રથમ લગ્ન થયા હતા. બાર દિવસ જ સાસરે રહી હતી પતિ સાથે મનમેળ નહી થતાં છૂટું કરી પોતાના ઘરે આવી ગઇ હતી. પિતાના ઘર પાસે રહેતા અર્જુન ભીખા ઉર્ફે બાબુ અઘારિયા સાથે પરિચય થતાં બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા.
અર્જુન પોતાની ઘરે જ્યારે પરિવારજનો ન હોય ત્યારે યુવતીને પોતાના ઘરે બોલાવતો હતો અને બળજબરીથી તેની સાથે શરીર સંબંધ બાંધતો હતો. અર્જુને આવું અનેક વખત કર્યું હતું. યુવતીના લગ્ન માટે પરિવારજનો મુરતિયાં શોધતા હતા ત્યારે યુવતીએ અર્જુન સાથે લગ્નની વાત કરતા અર્જુને લગ્નનો ઇનકાર કરી દીધો હતો.