ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ આ IPL સીઝનમાં ચોથી જીત મેળવી છે. ટીમે બુધવારે લખનઉ સુપર જાયન્ટ્સને 5 વિકેટે હરાવ્યું છે. આ જીત સાથે જ હાલ તે ટેબલના ટોપ છે.
બેંગલુરુએ પોતાના હોમગ્રાઉન્ડ પર 147 રનનો ટાર્ગેટ 15.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને હાસલ કરી લીધો હતો. આ પહેલા લખનઉની ટીમ 20 ઓવરમાં 146 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી.
મેચમાં એક પણ ફિફ્ટી ન લાગી
આ મેચમાં કોઈ પણ ખેલાડી ફિફ્ટી ફટકારી શક્યું નહીં. સૌથી વધુ રન વિરાટ કોહલીએ (49 રન) બનાવ્યા. તે માત્ર એક રન માટે ફિફ્ટી ચૂક્યો. રજત પાટીદારે 27 અને જિતેશ શર્માએ 23 રન બનાવ્યા.
આ પહેલા ટોસ જીતીને બોલિંગ કરી રહેલી બેંગલુરુ તરફથી રાસિખ સલામે 4 વિકેટ ઝડપી હતી. ભુવનેશ્વર કુમારે 3 અને કૃણાલ પંડ્યાએ 2 વિકેટ લીધી. LSG તરફથી મિચેલ માર્શે સૌથી વધુ 40 રન બનાવ્યા હતા.
બન્ને ટીમની પ્લેઇંગ-11
RCB: ફિલ સોલ્ટ, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), જિતેશ શર્મા, ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, સુયશ શર્મા, રાસિખ સલામ.