ભારતની ઈકોનોમી દુનિયાની રેન્કિંગમાં 5મા નંબરથી ઘટીને 6ઠ્ઠા નંબર પર આવી ગઈ છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) અનુસાર હવે બ્રિટન (UK) ફરી એકવાર ભારતથી આગળ નીકળી ગયું છે.
ભારતની GDPમાં આ ઘટાડો ડોલરની સરખામણીમાં રૂપિયાના નબળા પડવાથી આવ્યો છે. આ વર્ષની શરૂઆતમાં ડોલરની સરખામણીમાં રૂપિયો 89.91 પર હતો જે હવે 93.38 રૂપિયા પર આવી ગયો છે.
ભારતની GDP 2025 (FY26)માં 3.92 ટ્રિલિયન ડોલર અને 2026 (FY27)માં 4.15 ટ્રિલિયન ડોલર રહેવાનો અંદાજ છે. જ્યારે, બ્રિટનની GDP 2025માં 4 ટ્રિલિયન ડોલર અને 2026માં 4.26 ટ્રિલિયન ડોલર રહેવાની અપેક્ષા છે.
આ ઘટાડો માત્ર અસ્થાયી સાબિત થઈ શકે છે. IMFનો અંદાજ છે કે ભારત 2027 (FY28) સુધીમાં એક લાંબી છલાંગ લગાવશે અને જાપાન-બ્રિટન બંનેને પાછળ છોડીને વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની જશે.