રૂખડીયાપરામાંથી ગાંજાના જથ્થા સાથે ચાર શખસોને ઝડપી પાડ્યા

રાજકોટમાં માદક દ્રવ્યોનું દૂષણ યુવા પેઢીમાં ફેલાઈ રહ્યું છે, જેને અટકાવવા માટે પોલીસ સતત સક્રિય છે. આ હેતુથી, “SAY NO TO DRUGS” મિશન અંતર્ગત નાર્કોટિક્સ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી છે. રાજકોટ શહેર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (SOG)ને આ અભિયાનમાં વધુ એક મોટી સફળતા મળી છે. ચોક્કસ બાતમીના આધારે SOGની ટીમે ગાંજાના મોટા જથ્થા સાથે 4 આરોપીઓને ઝડપી લીધા છે અને રૂ. 1.72 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

SOG પોલીસને મળેલી બાતમી મુજબ રાજકોટ શહેરના રૂખડીયાપરા વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં સમગ્ર વિસ્તારમાં તપાસ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન રૂખડીયાપરા ઢાળ ઉતરતા સુલભ શૌચાલયની બાજુમાં આવેલા ખોડિયાર માતાજીના મંદિર પાસે જાહેર સ્થળેથી 4 યુવકો માદક પદાર્થ સાથે હોવાનું સામે આવ્યું હતું. જેને લઈ આ તમામને ગાંજાના મોટા જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *