રાહુલ ગાંધી ગર્લફ્રેન્ડને કેમ્બ્રિજની રેસ્ટોરન્ટમાં લઈ ગયા હતા

રાહુલ ગાંધીએ સોનિયા ગાંધીના પુસ્તક ‘બિલૉન્ગિંગ: અ જર્ની ઑફ લવ’ના લોન્ચિંગ કાર્યક્રમ દરમિયાન પહેલી વાર પોતાની ગર્લફ્રેન્ડનો ઉલ્લેખ કર્યો. જોકે જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, હવે તેમની ગર્લફ્રેન્ડ ક્યાં છે, ત્યારે રાહુલે સ્મિત કરતાં કહ્યું—”હવે તે એક મિત્ર છે.”

કાર્યક્રમ બાદ X પરની એક પોસ્ટમાં રાહુલે એ પણ જણાવ્યું કે, આ દરમિયાન અચાનક બાળપણથી લઈને અત્યાર સુધીની ઘણી યાદો તાજી થઈ ગઈ.

કાર્યક્રમમાં રાહુલે પોતાના માતા-પિતા, રાજીવ અને સોનિયાના સંબંધ વિશે વાત કરી. રાહુલે જણાવ્યું કે, તેઓ કેમ્બ્રિજમાં પોતાની ગર્લફ્રેન્ડ સાથે આ રેસ્ટોરન્ટમાં ગયા હતા, કારણ કે તેઓ જાણવા માંગતા હતા કે તેમના માતા-પિતા ક્યાં મળ્યાં હતાં.

રાહુલ ગાંધીએ જણાવ્યું કે, કેવી રીતે એક રેસ્ટોરન્ટમાં થયેલી સામાન્ય વાતચીતથી એક સંબંધ બંધાયો. રાહુલે કહ્યું- “મારા માતા-પિતા વિશે અનેક પ્રકારની વાતો પ્રચલિત હતી. તેમાંથી એક મોટી વાત એ હતી કે, તેઓ ‘વર્સિટી રેસ્ટોરન્ટ’માં મળ્યા હતા.

રાહુલ બોલ્યા- ઘણા વર્ષો પછી, જ્યારે હું કેમ્બ્રિજમાં હતો, ત્યારે મેં મારી ગર્લફ્રેન્ડને કહ્યું, ‘ચાલો, વર્સિટી રેસ્ટોરન્ટ જઈએ.’ હું જોવા માગતો હતો કે, મારા માતા-પિતા ક્યાં મળ્યા હતા… હું ત્યાં જઈને બેસી ગયો.

વેઈટર મેન્યૂ લઈને આવ્યો, ત્યારે મેં તેને કહ્યું, ‘મારા માતા-પિતા આ જ રેસ્ટોરન્ટમાં મળ્યા હતા.’ તેણે મારી તરફ જોયું અને કહ્યું, ‘ઓહ, એ લોકો? હું તેમને ઓળખું છું.’ મેં પૂછ્યું, ‘તમે તેમના વિશે શું જાણો છો?’ તેણે કહ્યું, ‘હા, એ બંનેને. તમે કોની વાત કરી રહ્યા છો તે મને સારી રીતે ખબર છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *