રાહુલ ગાંધીએ કહ્યું છે કે, ભારત આર્થિક સંકટ તરફ આગળ વધી રહ્યું છે. તેની પાછળ મોટા પાયે બેરોજગારી અને શિક્ષણ વ્યવસ્થા સાથે જોડાયેલી ખામીઓ છે. યુવાનોમાં વધતી નિરાશાનું મુખ્ય કારણ એ છે કે, તેમને પોતાનું ભવિષ્ય નજરે પડતું નથી.
રાહુલ ગાંધીએ આ વાત ન્યૂયોર્કની કોલંબિયા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીની સામે કહી. રાહુલ અમેરિકાના બે દિવસના પ્રવાસે છે. તેઓ આજે યુનિવર્સિટી ઑફ શિકાગોની મુલાકાત પણ લેવાના છે.
સામાન્ય અભિયાનથી સંપૂર્ણપણે અલગ ગણાવ્યું. તેમણે કહ્યું, ‘આ અભિયાનમાં જેટલા પૈસા ખર્ચવામાં આવ્યા, તે અંદાજ કરતાં 20, 30, 40 અથવા 50 ગણાં સુધી વધુ હતા. આટલા પૈસા ક્યાંથી આવ્યા? આ અભિયાનમાં ખર્ચવામાં આવેલી રકમને લઈને અનેક સવાલો છે, જેના જવાબ મળવા જોઈએ.’
મતના અંતરને અશક્ય ગણાવ્યું: રાહુલે ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિનો આરોપ લગાવતા કહ્યું, ‘અચાનક 5 લાખ મતનું માર્જિન મળી જવું શક્ય નથી. ચૂંટણી પરિણામો અને મતના આંકડાઓને લઈને અમારી પાર્ટી (કોંગ્રેસ) પાસે અનેક સવાલો છે. અમારી પાસે ચૂંટણીમાં ગોટાળાના અનેક પુરાવા છે. તેમને સામે લાવવા માટે અમે કામ કરી રહ્યા છીએ.’
ચૂંટણી વ્યવસ્થામાં સુધારાને જરૂરી ગણાવ્યો: રાહુલે કહ્યું, ‘અમારો ઉદ્દેશ્ય દેશની ચૂંટણી વ્યવસ્થાને ફરીથી યોગ્ય બનાવવાનો છે. ચૂંટણી વ્યવસ્થાને સુધાર્યા વિના કંઈ થઈ શકે નહીં. નિષ્પક્ષ ચૂંટણીઓ લોકશાહીનો પાયો છે અને ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા સુનિશ્ચિત કરવી જરૂરી છે.’