ગત તારીખ 21.01.2026ના રોજ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, તેમની 12 વર્ષની સગીર દીકરીને આરોપી લલચાવીને ભગાડી લઈ જઈ દુષ્કર્મ આચર્યું છે. જેથી, પોલીસે દુષ્કર્મ આચરનાર આરોપી સાવન ઝવેરભાઈ ડાભીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો અને આરોપી વિરુદ્ધ ગુના ને લગતા પુરાવા મળી એકત્ર કરી પોકસો કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યું હતું.
ચાર્જશીટ થયા બાદ આરોપીએ જેલમાંથી છૂટવા સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ દ્વારા જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરી હતી કે આરોપી વિરુદ્ધ સમાજ વિરોધી ગંભીર ગુનો છે અને માત્ર 12 વર્ષની સગીરાને ઇન્સ્ટાગ્રામ મારફત ઓળખાણ કરી લલચાવી ફોસલાવી તેણીને લઈ જઈ તેના ઉપર દુષ્કર્મ આચર્યું છે. આવા ગંભીર ગુનામાં આરોપીને જામીન આપવા જોઈએ નહીં અને આ કેસ પોક્સો અદાલતમાં શરૂ થઈ ગયો છે. જો તેને જામીન આપવામાં આવશે તો આરોપી નાસી જશે અને કેસ ચાલવામાં વિલંબ થશે જેથી રજૂઆતના અંતે સેશન્સ જજ ટી. એસ બ્રહ્મભટ્ટએ આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી.
રામવન પાસે એસિડ ઢોળાતા બે યુવક દાઝ્યા રામવન પાસે કે.પી.સોસાયટીમાં રહેતા તસલીમભાઈ સલીમભાઈ ખાન (ઉ.વ.35) ગઇકાલે સાંજે 6 વાગ્યા આસપાસ પોતાના ઘરે બાથરૂમ સાફ કરવા માટેનું એસિડ લઈને આવી રહ્યા હતા ત્યારે તેમનો પગ લપસી ગયો હતો અને એસિડ તેમના શરીર પર પડ્યું હતું અવાજ થતા પડોશમાં રહેતો ઉમેશ પાસવાન (ઉં.વ.35) ત્યાં દોડી આવ્યો હતો જ્યાં એસિડ ઢોળાયુ હોવાથી ઉમેશનો પગ પણ લપસ્યો અને તેના શરીરે પણ એસિડ અડી ગયું હતું જેથી બંને દાજી જતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
તસલીમભાઈ કારખાનામાં બફિંગ કામ કરે છે જયારે ઉમેશ પણ કારખાનામાં મજૂરી કરતો હોવાનું સમર આવ્યું છે જે બંને મૂળ ઉત્તરપ્રદેશના વતની હોવાનું સામે આવતા બનાવ અંગે પોલીસે નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.