ગુજરાતમાં જુલાઈ મહિનાના પ્રારંભ સાથે જ હવામાન વિભાગ દ્વારા ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, નર્મદા, ભરૂચ અને છોટા ઉદેપુરમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગના મતે 2 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. 3 અને 4 જુલાઈએ દક્ષિમ ગુજરાતના જિલ્લાઓમાં અતિથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે,આ વર્ષે જૂન મહિનામાં રાજ્યમાં સરેરાશ વરસાદમાં 80 ટકાની ઘટ નોંધાઈ છે. જો કે, હવે જુલાઈમાં મેઘકૃપા વરસવાની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે.
આજે 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર મંગળવારે (30મી જૂને) રાજ્યમાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ સહિતના જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો.
મંગળવારે સુરતમાં 4 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી સુરત શહેરમાં સોમવારે રાતથી શરૂ થયેલી મેઘસવારી મંગળવારે પણ યથાવત રહી હતી. ચાર ઈંચથી વધુ વરસાદ ખાબકતા શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ધોધમાર વરસાદના કરાણે પાલિકાના પ્રિમોન્સૂન પ્લાનની પણ પોલ ખુલ્લી પડી ગઈ હતી. પ્રથમ વરસાદમાં જ શહેરમાં રસ્તાઓ તૂટ્યા, વૃક્ષો પડ્યા અને ગરનાળા સ્વિિમિંગ પુલ બની જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.