છેલ્લા 12 વર્ષમાં આ વર્ષે ચોમાસાની સૌથી નબળી શરૂઆત

ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂન આસપાસ ચોમાસું બેસી જતું હોય છે અને 30 જૂન સુધીમાં રાજ્યને કવર કરી લેતું હોય છે. પરંતુ, આ વર્ષે 9 દિવસ મોડું આવ્યા બાદ દક્ષિણ ગુજરાતથી આગળ ન વધતા વરસાદની ઘટ પડી છે. છેલ્લા 12 વર્ષમાં આ વર્ષે જૂન મહિનામાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. 30 જૂન સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં સરેરાશ 28 મિમી વરસાદ નોંધાયો છે. જૂન મહિનાની સરેરાશ મુજબ રાજ્યમાં 110 મિમી વરસાદ નોંધાવવો જોઈએ. ચોમાસાની મોડી અને નબળી શરૂઆતના કારણે 268માંથી 52 તાલુકાઓ હજી પણ કોરાધાકોડ છે.

આ વર્ષે ગુજરાતમાં ચોમાસાની નબળી શરૂઆતના કારણે 22 જૂન સુધીમાં માત્ર 9 ટકા વાવેતર જ થઈ શક્યું છે. જૂન મહિનાના અંત સુધીમાં રાજ્યના ડેમની સ્થિતિની વાત કરીએ તો 207 ડેમમાં કૂલ 46.55 ટકા જળસંગ્રહ છે. જે ગત જૂનની સરખામણીએ 2 ટકા ઓછો છે.

ગુજરાતમાં આ વર્ષે 9 દિવસ મોડું 24 જૂને ચોમાસાનું વિધિવત આગમન થયું હતું. પરંતુ, દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ થયા બાદ આગળ ન વધતા 30 જૂન સુધીમાં રાજ્યમાં સરેરાશ 28.42 મીમી વરસાદ જ નોંધાયો છે. છેલ્લા 12 વર્ષ દરમિયાન 30 જૂન સુધીમાં ક્યારે કેટલો વરસાદ વરસ્યો તે ગ્રાફિક્સની મદદથી સમજીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *